હળવદ : મિત્રની બહેન સામે જોવાની બાબતે સમજાવવા જતા ચાર શખ્સોએ યુવક પર લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વિવેકાનંદ સ્કૂલ, ખોજા જમાતખાના પાસે રહેતા અને ડ્રાયવર તરીકેનું કામ કરતા વિજયભાઈ દિલીપભાઈ ચાવડા ઉં. વ. 37એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મિત્ર ભાવેશની બહેન સામે જોવા બાબતે હૈદર નુરાલી લધાણી, નુરાલી લધાણી સાથે વાતચીત કરતા હતા એ દરમ્યાન ઉપરોક્ત આરોપીઓ ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગતા એમ કરવાની ના કહેતા અકબરભાઈ દિલાવરભાઈ તથા શબિરભાઈ દિલાવરભાઈ રહે. ચારેય હળવદ, રેલવે કોલોની વાળાઓએ એક સંપ કરી ફરિયાદી વિજયભાઈ પર લાકડી અને લોખંડના પાઈપથી હુમલો કરી, મૂંઢ માર મારી, હાથના કાંડા પર ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જતા જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઝપાઝપી દરમ્યાન ફરિયાદીનો સોનાનો ચેઇન કિંમત રૂ. 60 હજાર તૂટીને પડી જતા મળી આવ્યો નથી એ મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હથિયારધરાનો ભંગ કરવા બાબતે પણ કાર્યવાહી કરવા તજવીદ આદરી છે.