વિજય અને ભરત સાથે કેમ બેસેસ કહી લાકડાના ધોકા વડે માર માર્યોહળવદ : હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતો યુવાન રાયસંગપર ગામથી બૈક્કા બેસી પરત આવી રહ્યો હતો ત્યારે નંબર વગરની અલ્ટો કારમાં આવેલ હળવદના ચાર શખ્સોએ આંતરી ધોકા વડે માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે ગોપાલ લીલાભાઈ ગોહિલ ઉ.29 નામના યુવકે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ગત તા.21ના રોજ બપોરના સમયે રાયસંગપર ગામથી મિત્ર સાથે હળવદ આવી રહ્યા હતા ત્યારે બાપા સીતારામની મઢુંલી પાસે કાળા કલરની રામાધણી લખેલી નંબર વગરની અલ્ટો કારમાં એસ.પી.કોળી, રહે.કુંભારિયા, સામત રામાભાઈ ભરવાડ, ગણપત ભરવાડ અને નિલેશ હમાભાઇ સુરેલા ધસી આવ્યા હતા અને બાઈક ઉભું રખાવી તું કેમ વિજય અને ભરત સાથે બેસેસ કહી લાકડાના ધોકા વડે બેફામ માર મારી ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.