રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમોને એ ડિવિઝન પોલીસે દબોચી લીધામોરબી અપડેટ : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા કબીર ટેકરી વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 4 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 7 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ સામે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.11 સપ્ટેમ્બર 2026 ના રોજ પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબીમાં કબીર ટેકરી ખાતે રામાપીરના મંદિર પાસે કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સાંજે 6:45 કલાકે સ્થળ પર રેડ કરતા આરોપીઓ ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.ઝડપાયેલા આરોપીઓ * વિશાલ ધિરજભાઈ અગેચણીયા (ઉ.વ. 22)* શિવાભાઈ વિરજીભાઇ ડોડીયા (ઉ.વ. 25)* જયેશભાઇ શ્યામજીભાઇ અગેચણીયા (ઉ.વ. 21)* યોગેશભાઇ મગનભાઇ વાઘાણી (ઉ.વ. 30)* અલ્પાબેન મનસુખભાઇ લાલવાણી (ઉ.વ. 40)* ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા (ઉ.વ. 45)* સુનીતાબેન નિતીનભાઇ અગેચણીયા (ઉ.વ. 35)પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી અંગજડતીના રોકડા અને દાવ પર લાગેલા પટમાંથી રોકડા 700 મળીને કુલ રોકડા 14700 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #GamblingRaid #MorbiPolice #CrimeNews #KabirTekri