વાડી વિસ્તારમાં સન્માન સમારોહમાં ગયાને કોરોના ચીપકી ગયાની શંકા મોરબી : મોરબી નગરપાલિકાના નવ નિયુક્ત ચાર નગરસેવકો કોરાનાની ઝપટે ચડી ગયા હોવાની વિગતો સાંપડી રહી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં સદસ્ય તરીકે ચૂંટાયેલા ચાર નગરસેવકો કોરોના પોઝિટિવ આવતા પાલિકા કચેરીમાં પણ ચિંતા જોવા મળી રહી છે. કોરોના પોઝિટિવ આવેલા સદસ્યોમાં વોર્ડ નંબર 10,11 અને 12ના નગર સેવક કોરોના સંક્રમિત થયા છે અને હજુ પણ ત્રણ ચાર સભ્યોને શંકાસ્પદ હોવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે કોરોના પોઝિટિવ આવેલા તમામ ચાર સદસ્યો સતવારા સમાજના હોવાનું અને તાજેતરમાં વાડી વિસ્તારમાં યોજાયેલ સન્માન સમારોહમાં સંક્રમિત થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.