મોરબી : ડો. હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતા દ્વારા અલગ અલગ ચાર કેમ્પ (191, 192, 193, 194)નું આયોજન તારીખ 9 સપ્ટેમ્બર તથા 11 સપ્ટેમ્બર એમ બે દિવસ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં 191 અને 192મો કેમ્પ લખધીરવાસ પ્રાથમિક શાળા, મચ્છુ બારી, દરબારગઢ ખાતે યોજાયો હતો આ બન્ને કેમ્પના દાતા ગુણવંતીબેન મૂળવંતરાય શાહ હતા. જ્યારે 193મો કેમ્પ અમેરિકા સ્થિત ડો. ઋતભાઈ જાનીના સહયોગથી રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબીના આચાર્ય વિદ્યાબહેન મહેતાની 25મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. તેમજ 194મો કેમ્પ જયેન્દ્રબાલાબેન મહેતા દ્વારા બાજી રાજબા કન્યા શાળા, દરબાર ગઢ ખાતે યોજાયો હતો. બંને સ્કૂલના આચાર્ય નયનભાઈ ભોજાણી તેમજ નિલેશભાઈ કૈલા તથા સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કરી ખુબજ શિસ્તબદ્ધ બાળકોને તૈયાર કર્યા હતા. બન્ને સ્કૂલમાં કુલ ચાર કેમ્પ અંતર્ગત 550 થી વધુ બાળકોને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. કેમ્પ સહાયક રશ્મિભાઈ દેસાઈ, કોશિકા રાવલ, કેતન મહેતા, જયસુખભાઈ ભાલોડિયા તેમજ જીગર ભટ્ટે સેવા આપી હતી.