મોરબી ટીડીઓના હસ્તે કુદરતી આફત અને સહાય ભંડોળમાંથી હતભાગી પરિવારને ચાર લાખનો ચેક અર્પણ કરાયો મોરબી : મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ધુંનડા (સ) ગામે વરસાદની સાથે વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યું હતું.ત્યારે આ બનાવની હતભાગી યુવતીના પરિવારજનોને ટીડીઓના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધુંનડા (સ) ગામે તાજેતરમાં જ વીજળીના કડકા ભડકા સાથે વરસાદ પડ્યો હતો અને વરસાદ ચાલુ થતા ઘુનડા ગામે રહેતી રીટાબેન દિનેશભાઇ માંડવિયા ઉ.વ.18 નામની યુવતી પોતના ઘરે પરત ફરી રહી હતી. તે સમયે વીજળી ત્રાટકતા આ યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે યુવતીની સાથે રહેલી અન્ય બે મહિલાઓનો બચાવ થયો હતો. યુવતીનું વીજળી પડતા કરુણ મોત થવાથી તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આજે મોરબી ટીડીઅોશ્રી ઘુનડા (સ) ગામે તા.૦૯-૦૯-૨૦૧૯ રોજ વીજળી પડવાના કારણે રીટાબેન દિનેશભાઈ માંડવિયા નામની યુવતીનું મોત થતા તેમના માતા ચંપાબેનને ૪,૦૦,૦૦૦/- (અંકે રુપીયા ચાર લાખ) સહાયનો ચેક કુદરતી આફત અને સહાય માંથી મોરબી ટીડીઅોશ્રી પી.એ.ગોહિલ, બી.એસ.સુવેરા , સર્કલ ઇન્સ.,કે.કે.મહેતા તા.પં.મોરબી, ઘુનડા (સ.) ગામના સરપંચ પ્રવિણભાઇ કરશનભાઈ રંગપરીયા, તથા ગ્રામજનો હાજર રહી ચેક રૂબરૂ અર્પણ કરવામા આવ્યો હતો.