મોરબી: મોરબી-માળિયા હાઈવે પર વધતા ટ્રાફિક અને ટ્રાફિક સેન્સના અભાવને લીધે અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે માળિયા હાઈવે પર આવેલ સર્વોદય હોટલ નજીક એક રિક્ષા પલટી મારી જતા ચાર લોકોને ઈજા થઈ હતી જે મામલે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી માળિયા હાઇવે પર આવેલ સર્વોદય હોટલ નજીક રિક્ષા પલટી મારી જતા રામલાલ બીજારામ, વિજયકુમાર વીરેનકુમાર મિશ્રા, વીરાસિંગ અને સંતોષકુમાર આશરામને ઈજા થઇ હોવાની માહિતી મળી હતી. ચાર ઇજાગ્રસ્તોમાંથી ત્રણને સારવાર આપી જવા દેવાયા હતા જ્યારે એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ મામલે પોલીસે બનાવ અંગે નોંધ કરી રીક્ષા ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની તપાસ તાલુકા પો. સ્ટે.ના હેડ.કોન્સ. મુકેશભાઈ પી. ચાવડા ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne