હળવદ : હળવદમાં પતંગ ચગાવવાની ધારદાર દોરીના કારણે ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં હળવદ શહેરની શ્રીજી હોસ્પિટલમાં રામજીભાઈ ભરતભાઈ શીપરા રહે રાણેપર,આરતીબેન રામજીભાઈ શિપરા રહે રાણેકપર, ઈમરાનભાઈ રહેમાનભાઈ મોવર રહે.માળીયા સહિત અન્ય એક યુવાનને સારવાર આપવામાં આવી હતી.