કાકા બાપાના ભાઈઓ વચ્ચે સામ સામી ફરિયાદ નોંધાઇ મોરબી : માળીયાના મોટા ભેલા ગામે પારિવારિક ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા બે પક્ષો વચ્ચે સામ સામે તલવાર કુહાડી જેવા ઘાતક હથિયારોથી મારામારી થઈ પડતા ચાર શખ્સોને મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. માળીયા પો.સ્ટે.માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોટાભેલા ગામના પંચાસરા પરિવાર તેમજ સોમાણી પરિવાર વચ્ચે ભાઈને સાથે રાખવા જેવી બાબતે વડચડ થતા બન્ને પરિવારો વચ્ચે થયેલી શસ્ત્ર અથડામણમાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી છે. જ્યારે બન્ને પક્ષે સામ સામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મનસુખભાઇ પોલાભાઈ પંચાસરા ઉં. વ. 45 તથા સંજયભાઈ બટુકભાઈ પંચાસરા ઉં. વ.29 પર સામે વાળા પ્રવીણભાઈ સોમણી તથા દિલીપભાઈ બટુકભાઈ સોમણી સહિતના સાત થી આઠ વ્યક્તિઓએ એક સંપ કરી હુમલો કરી દેતા થયેલા આપસના ઘર્ષણમાં દિલીપ સોમાણીએ સંજયભાઈને પગમાં કુહાડી મારી દેતા તેમજ મનસુખભાઇને માથા નજીક કાનના ભાગે ઇજા પહોંચતા મોરબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે સામા પક્ષે પ્રવીણભાઈ જીવણભાઈ સોમાણી તથા દિલીપ બટુકભાઈ સોમાણી પણ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા છે. બન્ને પક્ષે થયેલી ફરિયાદની માળીયા (મી.) પો.સ્ટે.ના ફિરોજભાઈ સુમરા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બન્ને પક્ષના હુમલાખોરોમાંથી હજુ કોઈ આરોપીની અટકાયત થઈ નથી એવુ માળીયા (મી.) પો.સ્ટે.માંથી જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news