મોરબી : મોરબી શહેરમાંથી અન્ય રાજ્યમાં પોતાના વતન જવા ઇચ્છુંકોના મેડિકલ ચેક અપ માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાર આરોગ્ય કેન્દ્ર નિયત કરવામાં આવ્યા છે. આ આરોગ્ય કેન્દ્રમાં ફરજીયાત પણે મેડિકલ ચેકઅપ કરાવવા મામલતદાર દ્વારા જણાવાયું છે. મોરબી શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતીય નાગરિકો માટે આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા આરોગ્ય વિભાગ દ્વારા ગોકુલનગર શેરી નંબર-3, યામાહાના શો રૂમ પાછળ, શનાળા બાયપાસ ખાતે આવેલ ગોકુલનગર આરોગ્ય કેન્દ્ર, ફૂલછાબ કોલોની, કુબેર બરફની ફેકટરી પાછળની શેરી, વિશિપરામાં આવેલ વિશિપરા આરોગ્ય કેન્દ્ર, જનાના બાલમંદિર, શોભેશ્વર રોડ, નવી કલેકટર કચેરી સામે આવેલ સો ઓરડી આરોગ્ય કેન્દ્ર અને દાઉદી પ્લોટ, શેરી નંબર-5, પરષોતમ ચોક, નાગરિક બેંક વાળી શેરી, મહેશ્વરી ફ્લોરમિલની બાજુમાં આવેલ લીલાપર રોડ આરોગ્ય કેન્દ્ર નિયત કરવામાં આવ્યું છે. વતન જવા ઇચ્છુંકોએ મેડિકલ ચેકઅપ કરાવવા આ આરોગ્ય કેન્દ્ર ખાતેથી સવારે 9થી 12:30 અને બપોરે 2થી 6 દરમિયાન જવાનું રહેશે. મેડિકલ ચેકઅપ બાદ પ્રમાણપત્ર મેળવીને ઓનલાઇન પરવાનગી મેળવવાની રહેશે. તેમ સિટી મામલતદારની યાદીમાં જણાવાયું છે.