મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વિસીપરા વિસ્તારના કુલીનગરમાંથી રોકડ રકમ રૂ. 5,630 સાથે જાહેરમાં જુગાર રમી રહેલા શાહરૂખ ફિરોઝ પઠાણ (ઉ.વ. 24), અનિલ ગોવિંદ મકવાણા (ઉ.વ. 36), જયેશ નવઘણ ડાભી (ઉ.વ. 28) અને મુન્ના અમરશી દેગામા (ઉ.વ. 26) (રહે.બધા કુલીનગર વીશીપરા)ને પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી.