મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાવડી રોડના નાકે મહેન્દ્રપરામા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રફીકભાઇ આરીફભાઇ ઠાસીરયા, રમેશભાઇ શ્યામલાલ ગૌતમ, મુસ્તાકભાઇ અબ્દુલભાઇ સેવંગીયા અને અગ્યારામ મીઠાઇલાલ ચૌહાણને રોકડા રૂપિયા 12,600ની રકમ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.