હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે મેલડી માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી રાજેશભાઈ શીવાભાઈ કટોણા, હરખભાઈ મેરાભાઈ રાવા, નવઘણભાઇ જહાભાઈ કટોણા અને બુટાભાઈ ખીમાભાઇ કટોણાને પોલીસે તીનપતિનો જુગાર રમતા રોકડા રૂપિયા 12,400 સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી ચંદુભાઈ જીવણભાઇ કોળી, મકાભાઈ ભરવાડ, રમેશભાઈ મુંધવા તેમજ હકાભાઈ કોળી નામના આરોપીઓ પોલીસને જોઈ નાસી જતા આઠેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.