પોલીસે તીનપતિ અને વરલીનો જુગાર રમતા આરોપીઓને ઝડપી લીધામોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં માળીયા મિયાણા અને બગસરા ગામેથી ચાર જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે બગસરા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિપુલભાઈ મનજીભાઈ પીપળીયા, જયેશભાઇ ઉર્ફે છગન હીરાભાઈ પીપળીયા અને આરોપી પ્રેમજી ઉર્ફે ગડો બાબુભાઇ પીપળીયાને રોકડા રૂપિયા 1900 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં પોલીસે માળીયા મિયાણા ગામે માસુમશાપીરની દરગાહ પાસે વરલી મટકાનો જુગાર રમાડી રહેલ આરોપી દોસમહમદ મહમદભાઈ કટિયા રહે.જુના રેલવે સ્ટેશન, માળીયા વાળાને રોકડા રૂપિયા 550 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.