માળીયા : માળીયા તાલુકાના વીદરકા ગામની સીમામા સોખડા જવાના રસ્તે પોતાના ઝુપડાની પાછળ બાવળના ઝુડમા રફીક હાજીભાઇ મોવર નામનો શખ્સ દેશીદારૂનો ધંધો કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પડતા ઘટના સ્થળેથી લોખંડના ચાર ટીપણા ભરી દેશીદારૂ બનાવવાનો આથો મળી આવતા પોલીસે આરોપી રફીક હાજીભાઇ મોવરને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.