હોસ્પિટલને 2 વર્ષ પૂર્ણ થતાં સેવાકીય આયોજન : આજે કમરના દુઃખાવા માટેનો કેમ્પ, 27મીએ એલર્જીની શરદી-કફનો કેમ્પ, 28-29મીએ સર્વ રોગ નિદાન કેમ્પ તમામ રોગોની શુદ્ધ આયુર્વેદિક સારવાર તેમજ પંચકર્મ સારવાર : વિનામૂલ્યે કેમ્પનો લાભ લેવા જાહેર અપીલ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અથ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલમાં આજથી ચાર દિવસના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નિદાન કેમ્પનો લાભ અવશ્યપણે લેવા મોરબીવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં નરસંગ ટેકરીની બાજુમાં માનવ પ્લાઝાના પહેલા માળે અથ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ કાર્યરત છે. હોસ્પિટલને 2 વર્ષ પૂર્ણ થતાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 26મીએ કમરના દુઃખાવા માટેનો કેમ્પ, 27મીએ એલર્જીની શરદી-કફનો કેમ્પ અને 28-29મીએ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. અથ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ સમગ્ર મોરબી જિલ્લામાં સર્વ પ્રથમ મહિલા ડોક્ટર ધરાવતી એકમાત્ર આયુર્વેદિક અને પંચકર્મ હોસ્પિટલ છે. અહીં કમરનો દુઃખાવો, વા, સંધિવા, લંબર સ્પોન્ડિલોસિસ, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, સાયટીકા, ડિસ્કમાં સોજો કે સ્નાયુનો દુઃખાવો, ઢીંચણનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો, એલર્જીની શરદી, વારંવાર કફ, જૂની શરદી, માઈગ્રેન તેમજ ચામડીના રોગો જેવા કે ધાધર, સોરિયાસીસ, ખીલ, ખરજવું વગેરે રોગ, પેટના રોગો જેવા કે ગેસ, એસીડીટી, કબજિયાત વગેરે રોગોનું નિદાન કરવામાં આવે છે. નિદાન કેમ્પનો સમય સવારે 9:30થી 1 અને બપોરે 4:30થી 8 છે. આ કેમ્પનો લાભ લેવા એપોઇન્ટમેન્ટ જરૂરી છે. જેના માટે મો.નં. 6356257545 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.