મોરબી : મોરબીમાં આધારકાર્ડનું બનાવટી બાયોમેટ્રિક બનાવી નિર્ધારિત કરેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા અરજદારો પાસેથી વસુલતા ખાનગી સેન્ટરના સંચાલક આરોપી વિજય સરડવાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.મોરબી પોસ્ટ ઓફિસના કર્મચારીના આઈડી નંબરનો ઉપયોગ કરીને આધારકાર્ડની કામગીરી કરનાર મોરબીના ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજય સરડવાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરી આધારકાર્ડની કામગીરી માટે ઈસ્યુ થયેલા સરકારી મોબાઈલ સહિત કુલ ચાર મોબાઈલ કબેજ કર્યા હતા. તેમજ બાયોમેટ્રિક મશીન પર લગાવવામાં આવેલ સફેદ બીબુ ક્યા બનાવેલ છે ? અત્યાર સુધી કેટલા ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા લીધા છે ? અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તે અંગે તપાસ કરવા કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી કરતાં આરોપીના આગામી તારીખ 7 જાન્યુઆરી સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુપર માર્કેટ ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરમાં જે કોઇ વ્યકિતઓએ આધારકાર્ડના સરકાર દ્વારા નિયત કરેલા રૂપિયા થી વધુ રૂપિયા ચુકવેલા હોય તેમજ ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરમાં આધારકાર્ડને લગતી કોઈપણ કામગીરી કરાવેલી હોય તેમણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.