અવાર નવાર મારામારી અને દેશીદારૂ ગુન્હાઓમા પકડાયેલ શખ્સો છ મહિના માટે હદપાર કરાયા મોરબી : મોરબી શહેરમાં અવાર નવાર મારામારી કરી ભયનો માહોલ સર્જતાં તેમજ દેશી દારૂના ગોરખધંધામાં અવાર નવાર પોલીસ ચોપડે ચડી ગયેલા ચાર ઇસમોને પોલીસે ચાર જિલ્લામાથી હદપાર કરવાના હુકમની બજવણી કરી છ માસ માટે હદપાર કર્યા છે. મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના આપવામાં આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઇ પલેજા રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી, ફરદીનભાઇ દાઉદભાઇ પલેજા, રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી, અરમાનભાઇ દાઉદભાઇ ઉર્ફે દાવલો પલેજા રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી અને જાવીદભાઇ ઉર્ફે મીટર અલીભાઇ પલેજા રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી મુળ રહે.માણાબા તા.માળીયા(મી) વાળા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ.ડીવી.મેજીસ્ટ્રેટ શ્રી પ્રાંત કચેરી મોરબીનાઓએ હદપારી મંજુર કરતા ચારેય ઇસમોને છ માસ માટે મોરબી જીલ્લા, રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી ચારેય ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવિજ કરેલ છે.