મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા હત્યારાઓને ઝડપી લેવા દોડધામ વચ્ચે સફળતા મળ્યાનાં સંકેત મોરબી : મોરબીના અતિ ચકચારી બનેલ મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી હત્યા પ્રકરણમાં આરીફ મીર, ઇમરાન બોટલ અને રફીક રજાક માંડવીયા સહીત તેર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ સીટી એ ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની સંયુક્ત ટીમો દ્વારા આરોપીઓનું પગેરું દબાવી દબોચી લેવા હાથ ધરાયેલ કાર્યવાહીમાં ચારેક અપરાધીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે. બે દિવસ પૂર્વે મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર રાજકોટ તરફથી વ્યવહારિક કામ પતાવી ફોર્ચ્યુનર કારમાં પરત આવી રહેલ મહમદ હનીફ કાસમાણી અને તેમની સાથે રહેલા લોકોને આંતરી આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક ઈસમોએ ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને તૂટી પડતા મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું મૃત્યુ નીપજ્યું હતું જયારે તેમની સાથે રહેલા મહમદભાઇ નકુમને ગોળી લગતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ ચકચારી બનાવામાં પોલીસે મૃતકના પુત્ર મકબુલભાઇ મહમદ હનીફભાઇ કાસમાણીની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦બી, ૩૪, ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭ આર્મ્સ એકટ કલમ ૨૫(૧બી)એ, ૨૭,તથા જી.પી.એ.કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી હત્યારાઓને ઝડપી લેવા એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સંયુક્ત ટીમ બનાવી આરોપીઓના આશ્રય સ્થળો ઉપર છાપા મારવાનું શુરુ કરતા કુલ 13 અપરાધીઓમાંથી ચારેક જેટલા હત્યારાઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મમુદાઢીની હત્યા કર્યા બાદ કેટલાક આરોપીઓ સ્વીફ્ટ કારમાં નાસી છૂટયા હતા અને આ સ્વીફ્ટ કર વાંકાનેર નજીક મળી આવતા પોલીસે કબ્જે કરી હોવાનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..