મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર સીટી બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં ચાર જુગારીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મોરબી માળીયા હાઇવે ઉપર કાવેરી સિરામિક પાસે ગેરેજ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હાજીભાઇ ઉમરભાઇ જામ અને જુસબભાઇ મામદભાઇ મોવરને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1150 કબ્જે કાર્ય હતા. જયારે બીજા દરોડામાં પોલીસે મોરબી માળીયા હાઇવે ઉપર ધ ફર્ન હોટલ સામેના ભાગે ટ્રક પાર્કીંગ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા સાકીરભાઇ રમજાનભાઇ શેખ અને મનોજભાઇ હમીરભાઇ શેખા નામના શખ્સને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1340 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.