મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ કૈલાશ નળીયાના કારખાના પાસે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મુકેશભાઈ મંગાભાઈ ઝાલા, નરેશભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ લાલુકીયા, સંજયભાઇ કેશુભાઈ ઝંઝવાડિયા અને રવિભાઈ દિનેશભાઇ નંદેસરિયા નામના શખ્સોને જાહેરમાં તિનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 57,420 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.