વાંકાનેર : વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. સાથે રૂ. 61 હજારની રોકડ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમાં નવાપરા ધર્મનગરમાં રહેણાંક મકાનની અંદર જુગાર રમતા કાનાભાઈ ઠાકરશીભાઈ સોડમિયા, રાજુભાઈ કરશનભાઈ ડાભી, ઇમરાનભાઈ હનીફભાઈ જામ અને ભરતભાઇ ગોરધનભાઇ વીરજાને પોલીસે પકડી પાડી રૂ. 61,200ની રોકડ મળી કુલ રૂ. 70,200નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.