વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં સિટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રોકડા રૂપિયા 12,200 સાથે ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન એક આરોપી નાસી જતા પાંચ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર આરોગ્ય નગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી કીશનભાઇ અશોકભાઇ ખીરૈયા, શૈલેષભાઇ છનાભાઇ શંખેસરીયા, જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને મનોજભાઇ જગદીશભાઇ શંખેસરીયાને રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે જીતો મેરૂભાઈ કોળી રહે.આરોગ્યનગર, વાંકાનેર વાળો નાસી જતા પોલીસે પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી રોકડા રૂપિયા 12,200 કબ્જે કર્યા હતા.