ટંકારા : ટંકારા શહેરના મોરબી નાકા નજીક દેવીપૂજકવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી તુલસીભાઈ ગોરધભાઈ કુંઢીયા, ચતુરભાઈ તુલસીભાઇ કુંઢીયા, સુંદરભાઈ લાખાભાઈ કુંઢીયા અનેબહસમુખભાઈ શીવાભાઈ કુંઢીયા રંગે હાથ ઝડપાઇ ગયા હતા જ્યારે આરોપી નાથાભાઈ ગોવાભાઈ કુંઢીયા, વાસુરભાઈ નવનીતભાઈ કુંઢીયા અને સંજયભાઈ પ્રકાશભાઈ વીકાણી નાસી ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 12,230 કબ્જે કરી સાતેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.