માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે પંચવટી ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ડાયાલાલ વાલજીભાઇ મોરડીયા, નરભેરામભાઇ નરશીભાઇ સંધાણી, વશરામભાઇ ગોવિંદભાઇ મોરડીયા અને મનસુખભાઇ રાધવજીભાઇ ભાડજાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,800 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.