મોરબી : મોરબીના ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી સાગરભાઇ ચંદુભાઇ કુણપરા, શામજીભાઇ ગાંડુભાઇ ભોજવીયા, સુનિલભાઇ દીલીપભાઇ ભીમદુખીયા અને કાળુભાઇ ટપુભાઇ પરમારને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.