મોરબી : મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીક નાસ્તા ગલીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ચાર ઇસમોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,480 કબ્જે કર્યા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મહારાણા પ્રતાપ સર્કલ નજીક નાસ્તા ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલા વિજયભાઇ તુલસીભાઇ મકવાણા, કિશનભાઇ મુળચંદ્રભાઇ નાગવંશી, કલ્પેશભાઇ મુકેશભાઇ ગોસાઇ, નવધણભાઇ જીવણભાઇ સોલંકીને રોકડા રૂપિયા 13480 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.