મોરબી : મોરબીના વિશિપરા ચાર ગોદામ નજીકથી પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિશિપરા ચાર ગોદામ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હેમુભાઇ બાબુભાઇ ગણેશીયા, કેશુભાઇ પોપટભાઇ પીપળીયા, ગોવિંદભાઇ ટપુભાઇ અઘારીયા અને મહેશ ઉર્ફે મયો મુળજીભાઇ ઇટોદરાને રોકડ રૂપિયા 2560 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.