મોરબી : મોરબી વિશિપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને બી ડિવિઝન પોલીસે 10480 રૂપિયા રોકડા સાથે ઝડપી લીધા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં પ્રજાપત કારખાના નજીક જાહેરમાં જુગાર રમતા કેશુભાઇ અરજણભાઇ અગેચણીયા, અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી, સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા અને રાજુભાઇ અરજણભાઇ અગેચણીયાને રોકડા રૂપિયા 10480 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..