હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સંજયભાઈ ઉર્ફે મુન્નો જગજીવનભાઈ માકાસણા, પ્રહલાદભાઈ રાઘુભાઈ માકાસણા, જગદીશભાઈ ચતુરભાઈ માકાસણા અને છગનભાઈ નાનુભાઈ પઢીયારને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.