મોરબી : મોરબી સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા, રહે.નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ બૈાધનગર મોરબી, આશિષભાઇ લક્ષમણભાઇ સનુરા, રહે.ઉમિયાનગર ખોડિયાર મંદિર નજીક ત્રીજી શેરી સિરામિક સીટી પાછળ મોરબી, ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા, રહે.ઉમિયાનગર ખોડિયાર મંદિર નજીક ત્રીજી શેરી સિરામિક સીટી પાછળ મોરબી અને મહેબુબભાઇ જીવાભાઇ પરમાર, રહે. ઉમિયાનગર ખોડિયાર મંદિર નજીક ત્રીજી શેરી સિરામિક સીટી પાછળ મોરબી વાળાને સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 2025 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.