મોરબી : મોરબીમાં નવા બસ સ્ટેન્ડની સામેથી જુગાર રમતાં ચાર શખ્સો સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ગઇકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો. કોન્સ રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલાને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે મોરબી નવા બસસ્ટેન્ડ સામે મનાલી ગેસ્ટ હાઉસ નીચે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાર સખ્સો એ જાહેરમાં ગોળકુંડાળું વાળી ગંજીપતાના પાના તથા પૈસા વડે જુગાર રમે છે. આ બાતમીના આધારે તે જગ્યા એ રેડ કરતા ચાર શખ્સો ગોળ કુંડાળું વાળી પૈસા અને ગંજીપતા વડે હાર જીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવ્યા હતા. આથી, પોલીસે નિલેશ અમુભાઈ ખત્રી, અમર રમેશભાઇ સોલંકી, મનસુખ કરમશીભાઇ પરમાર તથા જાકીર દાઉદભાઇ ચૌહાણ (રહે. બધા મોરબી)ને રોકડ રકમ રૂ. ૧૧,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપી ઓ વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.