મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે શહેરના માધાપર શેરી નંબર 13મા રહેતા આરોપી કિશન ઉર્ફે છોટુ હિતેશભાઈ ડાભીના રહેણાંકમા દરોડો પાડતા મકાનમાંથી રૂપિયા 1200ની કિંમતનો ચાર બોટલ વાઈટ લેસ વોડકાનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી કિશન ઉર્ફે છોટુ નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.