થાનથી દારૂનો જથ્થો ભરીને આવતા હતા ત્યારે લુણસરિયા ફાટક પાસેથી પોલીસે દબોચી લીધાવાંકાનેર : વાંકાનેર - થાન રોડ ઉપર લુણસરિયા ફાટક પાસે પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી વિદેશી દારૂની હેરફેર કરતા ચાર શખ્સોને વિદેશી દારૂની 24 બોટલ સાથે ઝડપી લઈ દોઢ લાખની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી દારૂનો જથ્થો આપનાર થાનના શખ્સને ફરાર જાહેર કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે લુણસરિયા ફાટક પાસે વોચ ગોઠવી જીજે - 03 - જેઆર - 6534 નંબરની રેનોલ્ટ કવિડ કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી તરૂણ ગજેન્દ્રભાઇ કુબાવત, સચિન ઉર્ફે ચચો, મનદિપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા, અને આરોપી ચેતનસિંહ નાથુભા જાડેજા, રહે-તમામ ભાટીયા સોસાયટી, વાંકાનેર વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 32,400 મળી આવતા દોઢ લાખની કાર સહિત 1,82,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી હરદીપભાઇ કાઠી રહે-થાનગઢ જી-સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.