મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી રિઝવાન ઓસમાણભાઈ લોલાડીયા રહે.લાતીપ્લોટ, કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ રહે.વીસીપરા, ઇકબાલ અબ્દુલભાઇ સેવંગીયા રહે.મહિલા પોલીસ સ્ટેશન પાસે તેમજ આરોપી એઝાઝ સીદીકભાઈ કાસમાણી રહે.પખાલી શેરી મોરબી વાળાઓને રોકડા રૂ.9240 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.