મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન નજીક જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી (૧) મહેબુબભાઇ સુલેમાનભાઇ સુમરા, રહે-રણછોડ નગર સેન્ટ મેરી સ્કુલની પાછળ મોરબી (૨) હાસમભાઇ જુમાભાઇ ઘણીયા, રહે-રણછોડ નગર,ઓમ શાંતી સ્કુલ પાસે, મોરબી (૩) શબ્બીરભાઇ કાસમભાઇ સુમરા, રહે-વિશીપરા, મદીના સોસાયટી, મોરબી અને આરોપી (૪) ઉમરભાઇ અકરમભાઇ સુમરા રહે-વાવડી રોડ, સુમરા સોસાયટી, મોરબી વાળાને રોકડા રૂપિયા રૂ.૬૭૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.