મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર ઝાપા નજીક જાહેરમાં ચલણી નોટો પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી કાનજીભાઈ રામજીભાઈ પરમાર રહે.ગોકુલનગર, પરસોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી રહે.માધાપર, સલીમભાઈ ઓસમાણભાઈ દલ રહે.કુલીનગર અને આરોપી ચંદ્રેશભાઈ અશોકભાઈ જોશી રહે.મહેન્દ્રનગર વાળાઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.