વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિગ દરમિયાન બાતમીને આધારે વેલનાથપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ છનાભાઇ પીપરીયા, રહે-આરોગ્યનગર વિકાસ ઓઇલમીલની બાજુમા, વાંકાનેર, મનોજભાઇ જગદીશભાઇ શંખેસરીયા, રહે-આરોગ્યનગર, વાંકાનેર, કરણભાઇ હસુભાઇ લોધા, રહે-આરોગ્યનગર, વાંકાનેર અને આરોપી ફિરોજભાઇ અબ્દુલભાઇ દલ રહે-આરોગ્યનગર વાળાને રોકડા રૂપિયા 25,100 સાથે તીનપતિનો હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.