ટંકારા : ગઈકાલે તા. 17ના રોજ ટંકારા પોલીસ દ્વારા ટંકારામાં વીરપર ઘુનડા જવાના કાચા રસ્તે હનુમાનજીના મંદીર પાસે રોકડ રકમ રૂ. 6,930 સાથે જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં હર્ષદભાઇ મોહનભાઇ ચાવડા (ઉ.વ. ૪૩, ધંધો. મજુરી, રહે. વીરપર), લાલજીભાઇ સુરાભાઇ ચાવડા (ઉ.વ. ૪૯, ધંધો. મજુરી રહે. વીરપર), ગૌતમભાઇ રવજીભાઇ ચાવડા (ઉ.વ. ૩૯, ધંધો મજુરી રહે. વીરપર) તથા જગદીશભાઇ રવજીભાઇ સનાળીયા (ઉ.વ- ૩૫ ધંધો-મજુરી રહે. વીરપર)નો સમાવેશ થાય છે. પોલીસે ચારેય આરોપીઓની જુગારધારા કલમ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.