પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬૨,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરના એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે આ મકાનમાં દોરડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬૨,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર -૪ માં રહેતા આરોપી જયવિરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમાર એ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા પોલીસ ગઈકાલે આ મકાનમાં ત્રાટકી હતી. પોલીસે આ મકાનમાં જુગાર રમતા આરોપીઓ જયવિરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમાર, જયેશભાઇ રાણાભાઇ મારૂ, લક્ષ્મણભાઇ ગોકળભાઇ ટોટા, કિશનભાઇ પોપટભાઇ ખીંટને ઝડપી લીધા હતા. તેમજ પોલીસ સ્થળ ઉપરથી રોકડ રૂ. ૬૨,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.