કચ્છમાં સસ્તામાં કોપર અપાવી દેવાની લાલચ આપી કરી હતી ઠગાઈ : રૂ.10.50 લાખની રકમ રિકવર કરાઈમોરબી અપડેટ : મોરબીમાં ભંગારના વેપારીઓને સસ્તામાં કોપરનો ભંગાર અપાવવાની લાલચ આપીને રૂપિયા 15,98,720 ની છેતરપિંડી આચરવાના કેસમાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને છેતરપિંડીની રકમમાંથી રૂપિયા 10,50,000 રિકવર કરવામાં આવ્યા છે.1930 હેલ્પલાઈન પરથી મળી હતી ફરિયાદ જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર આ અંગેની ફરિયાદ મળી હતી. જેના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં તારીખ 8/9/2026 ના રોજ મોરબીના મહેન્દ્રનગર ખાતે ઘુંટું રોડ પર તુલસી પાર્કમાં રહેતા અને 'ધરતી સ્ક્રેપ ટ્રેડીંગ' નામે ભંગારનો વેપાર કરતા હરીલાલ વિરૂજી ગુર્જર (ઉ.વ. 42)ની પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી. તેઓએ જાહેર કર્યું હતું કે તેમની અને અન્ય એક વેપારી અંકિત મહાદેવ વિકાણી સાથે છેતરપિંડી થઈ હતી. આરોપીઓએ ભંગારનો ધંધો કરતા વેપારીઓને કચ્છમાં સસ્તા ભાવે કોપરનો ભંગાર અપાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને એડવાન્સ પેમેન્ટ પેટે બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.પકડાયેલા 4 આરોપીઓના નામ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે તપાસ કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં નિતેશ કુંઢીયા, ઇરફાન ઉઠમણા, વાહિદ ઠેબા અને કમલેશ ઉર્ફે મયુર સિંધલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ટંકારા અને મોરબીના મહેન્દ્રનગરના વતની છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે આ એક સામાન્ય છેતરપિંડીનો ગુનો છે જેમાં ભંગાર સસ્તામાં આપવાની લાલચ આપીને અલગ-અલગ બેંક ખાતામાં નાણાં જમા કરાવવામાં આવ્યા હતા. પોલીસે બેંક ખાતાઓની ઉંડાણપૂર્વક તપાસ કરી રૂપિયા 10,50,000 ની રકમ જપ્ત કરી લીધી છે અને આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CyberCrime #FraudCase #MorbiPolice #CrimeNews #GujaratPolice