રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી હથિયારો કબ્જે કરવા અને હત્યાની કડી મેળવવા આકરી પૂછપરછ કરાશે મોરબી : મોરબીના ચકચારી મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી પર સરાજાહેર અંધાધૂંધ ફાયરીગ કરી હત્યા કરવાના પ્રકરણમાં ગઈકાલે પોલીસની વિવિધ ટીમોએ ચાર આરોપીઓને દબોચી લીધા હતા. આ ચારેય આરોપીઓને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી હથિયારો કબ્જે કરવા અને હત્યાની કડી મેળવવા આકરી પૂછપરછ કરાશે. મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ચાર દિવસ પહેલા રાત્રે રાજકોટ તરફથી વ્યવહારિક કામ પતાવી ફોર્ચ્યુનર કારમાં પરત આવી રહેલ મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમની સાથે રહેલા લોકોને આંતરી આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક ઈસમોએ ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને તૂટી પડી મમુદાઢીની હત્યા કરી નાખી હતી. આ ચકચારી બનાવામાં પોલીસે મૃતકના પુત્ર મકબુલભાઇ મહમદ હનીફભાઇ કાસમાણીની ફરિયાદના આધારે ગઈકાલે પોલીસની વિવિધ ટીમોએ ચાર આરોપીઓ ઇસ્માઇલભાઈ યારમામદ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. આથી કોર્ટ આ ચારેય આરોપીઓના 16 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી હથિયારો કબ્જ કરવા તેમજ હત્યાનો કેવી રીતે પ્લાન બનાવ્યો તે સહિતની વિગતો ઓકવવા આકરી પૂછપરછ હાથ ધરાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..