મોરબી : ગઈકાલે તા. 12 જાન્યુઆરી, 1963થી કાર્યરત ભારત વિકાસ પરિષદે આજે સમગ્ર દેશમાં 1400થી વધુ શાખાઓ સાથે અનેકવિધ પ્રકલ્પો સાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ગઈકાલે ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વારા સ્થાપના દિન નિમિત્તે મોરબીમાં ઘાયલ પશુ-પંખીની સારવાર, બચાવ તથા આ અંગે જાગૃતિ લાવવા કાર્ય કરતા કર્તવ્ય જીવ દયા કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ તમામ પશુ-પંખીઓને શાકભાજી, અનાજ, મગફળી, લાડવા, ગાંઠીયા ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઈ બોપલિયા, ઉપપ્રમુખ દિલીપભાઈ પરમાર, ખજાનચી પંકજભાઈ ફેફર, મનહરભાઈ કુંડારીયા, રાવતભાઈ કાનગડ, વિનુભાઈ મકવાણા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ કર્તવ્ય જીવ દયા કેન્દ્રના સંચાલકોને અભિનંદન આપી ભવિષ્યમાં પણ વધુ સહકારની ખાત્રી આપી હતી.