પોલીસે દરોડો પાડતા જુગારીઓએ ત્રીજા માળેથી કુદકા મારતા છ ઘાયલ : 34.55 લાખની રોકડ કબ્જે કરાઈ મોરબી : જુગાર રમવાના શોખીનો સલામત જગ્યા મળે તો દુનિયાના કોઈપણ ખૂણે રમવા પહોંચી જતા હોય છે એવામાં રાજસ્થાનના સાંચોર શહેરમાં આવેલી હોટેલમાં જુગાર રમવા પહોંચી ગયેલા મોરબીના ચાર સહિત 45 જુગારીઓને જયપુર સીઆઇડીની ટીમે ઘેરી લેતા છ જુગારીઓએ હોટલના ત્રીજા માળેથી કુદકા મારતા ઘાયલ થયા હતા. આ દરોડામાં હોટેલ સંચાલક સહિત 45 લોકોને ને રૂ.34.55 લાખની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. રાજસ્થાનની હોટલમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે સીઆઇડી ટીમે દરોડો પાડતા મોરબીના સામત રામજી, એઝાઝ ઉમર ઘાંચી, અલારખા હબીબ, કમલેશ રબારી, રાજકોટ ગોલિડાના એંજલ ગોરધન પટેલ, જમુનાપાર્કના રાજન વિનોદ વેકરિયા, જય ચીમનલાલ ઠક્કર, વિનાયકનગરના દેવજી ચકુ આહીર તથા જામનગરના વાલજી ભવાન દલવાડી, અમૃત ધાલુમલ સિંધી, દિનેશ ગંગારામ સિંધી અને કચ્છના 25 જુગારીઓનો સમાવેશ થાય છે.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂ.34.55 લાખ કબજે કર્યા છે. સીઆઇડી પોલીસે હોટેલના સંચાલક મહેન્દ્ર પુનિયા હાપુરામ વિશ્નોઇ અને કર્મચારી રામસિંહ શૈતાનસિંહ રાજપૂતને પણ સકંજામાં લીધા છે. હોટેલના સંચાલકો અલગ અલગ રૂમ જુગાર રમવા ભાડે આપ્યા હોવાનું બહાર આવ્યું છે અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પોલીસે કરેલી આ કાર્યવાહીથી સૌરાષ્ટ્રના જુગારીઓમાં ફફડાટ મચી ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..