મોરબી : મોરબી જીલ્લા ભાજપ પ્રમુખની ઉમેદવારી માટે તા. ૦૪ને શનિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપભાઈ પટેલ જિલ્લા કાર્યાલય ઉપર ઉમેદવારી ફોર્મ સ્વીકારશે. ઉમેદવારી ફોર્મ આ સમયે ચૂંટણી અધિકારી પાસેથી મળશેમ સમય પૂર્ણ થયા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં જીલ્લા પ્રમુખની પસંદગી માટે 7 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે..1. વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્રિય નંબર સાથે જીલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)2. જીલ્લા પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવું જોઈએ. (ફરજીયાત)3. જીલ્લા પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.4. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)5. જે જીલ્લા પ્રમુખ સતત બે ટર્મ જીલ્લા/મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.6. જીલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).7. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.