મોરબી : મોરબી રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ મોરબી-માળીયા દ્વારા યોજાનાર સમૂહ લગ્નોત્સવના ફોર્મ 22 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે.મહત્વનું છે કે, રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ મોરબી-માળીયા દ્વારા આગામી તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ રામાનંદી સાધુ સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. ત્યારે મંડળ દ્વારા જણાવાયું છે કે, જે દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતી હોય તેઓએ 22 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી જવા. વધુ માહિતી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે, બ્લોક નંબર-504, મોરબી-2 ખાતે નારણભાઈ રામાવત (મો.નં. 98252 89534) અથવા મુકેશભાઈ રામાનુજ (મો.નં. 98254 03288) અથવા ફરશુરામ નિમાવત (મો.નં. 99136 70042)નો સંપર્ક કરવા જણાવાયું છે.