એક ઉમેદવારનો ટેકેદાર અન્ય બેઠકનો હોવાથી અને બીજા ઉમેદવારના ટેકેદારની મતદારયાદીમાં ક્રમ નંબર લખ્યો ન હોવાથી આ બન્નેના ફોર્મ રદ કરાયા મોરબી : મોરબી બેઠક ઉપર ગઈકાલે છેલ્લા દિવસ સુધીમાં તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા બાદ આજે ઉમેદવારી ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી બેઠક પર બે અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતા.એક ઉમેદવારનો ટેકેદાર અન્ય બેઠકનો હોવાથી અને બીજા ઉમેદવારના ટેકેદારની મતદારયાદીમાં ક્રમ નંબર લખ્યો ન હોવાથી આ બન્નેના ફોર્મ રદ કરાયા હતા.ઉપરાંત ડમી ઉમેદવારીપત્રક આપોઆપ રદ થતા હવે 26 ઉમેદવારો મેદાનમાં છે. મોરબી બેઠક પર આજે ફોર્મ ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર ભવાનભાઈ કંઝારિયા અને બીજા અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ ચાવડાના ઉમેદવારી પત્રોમાં ભૂલ હોવાથી આ બન્નેના ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. જેમાં એક અપક્ષ ઉમેદવાર ભવાનભાઈના 10 ટેકેદારમાંથી એક ટેકેદાર ટંકારા વિધાનસભા બેઠકનો નિવાસી હોવાથી તેનું ફોર્મ રદ કરાયું છે. જ્યારે બીજા અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ ચાવડાની સાથે દરખાસ્ત કરનાર 10 ટેકેદારમાં એકમાં મતદાર યાદીનો ભાગ નંબર અને ક્રમ નંબર લખવો જોઈએ પણ તે નંબર લખ્યો ન હતો.એટલે કલમ 33 હેઠળ તેનું પણ ફોર્મ રદ કરાયું છે.આમ હવે મોરબી માળીયા બેઠક ઉપર બે ઉમેદવારીપત્રક રદ થવાની સાથે આ ડમી ઉમેદવારીપત્રક આપોઆપ રદ થતા હવે કુલ 36 પૈકી 26 ઉમેદવરો મેદાનમાં છે.