કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખામાંથી ફોર્મ મેળવી 3 ઓગસ્ટ સુધીમાં સબમિટ કરવાનું રહેશે: નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરનો અનુરોધમોરબી : મોરબી જિલ્લાની વિવિધ રાજ્ય સરકારની કચેરીઓમાં આગામી નાણાકીય ગાળા એટલે કે તા. 01/04/2026 થી તા. 31/03/2028 સુધીના સમયગાળા માટે વર્ગ અ, બ અને ક ની રદ્દી પસ્તી ઉપાડવાનો ઇજારો (કોન્ટ્રાક્ટ) આપવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.ટેન્ડર ફોર્મ મેળવવાની પ્રક્રિયાઆ પ્રક્રિયામાં રસ ધરાવતી ઈચ્છુક વ્યક્તિઓ કે સંસ્થાઓએ કોરા ટેન્ડર ફોર્મ મેળવવા માટે નિયત ફી રૂ. 100 '0075 પરચુરણ સામાન્ય સેવાઓ' ના સદરે સરકારી ચલણથી જમા કરાવવાની રહેશે. આ ચલણની અસલ નકલ રજૂ કરીને ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી તા. 27/07/2026 સુધીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખા (રૂમ નં. 128) માંથી કોરા ફોર્મ મેળવી લેવાના રહેશે.અનામત રકમ અને સબમિટ કરવાની વિગતનિયત કરાયેલી શરતો અનુસાર, ટેન્ડર ફોર્મ ભરતી વખતે દરેક વર્ગ માટે વર્ગવાર અનામતની રકમ (EMD) રૂ. 1000 '84 43 સિવિલ ડિપોઝીટ' ના સદરે જમા કરાવવાની રહેશે. તેના અસલ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથેનું સંપૂર્ણ ભરેલું ટેન્ડર આગામી તા. 03/08/2026 ના રોજ સાંજના 17:00 કલાક સુધીમાં કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે.આ તમામ પ્રાપ્ત થયેલા ટેન્ડરો આગામી તા. 12/08/2026 ના રોજ બપોરે 16:00 કલાકે મોરબી નિવાસી અધિક કલેક્ટરની ચેમ્બરમાં સત્તાવાર રીતે ખોલવામાં આવશે. ટેન્ડર નોટિસની વિસ્તૃત શરતો ટેન્ડર ફોર્મની સાથે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #TenderNotice #ScrapTender #PublicTender #MorbiCollector #GovernmentOffices #PublicNotice