વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન ધોરણ-5માં અભ્યાસ કરતો હોવો જોઈએમોરબી: કોઠારિયા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલય દ્વારા શૈક્ષણિક વર્ષ 2027-28 માટે ધોરણ-6માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પસંદગી કસોટી (JNVST-2027) ની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શકે તે માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.પ્રવેશ પરીક્ષા અને અરજી અંગેની મહત્વની વિગતો:• ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ: 31-07-2026• પ્રવેશ પરીક્ષાની તારીખ: 28-11-2026• પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ: માર્ચ/એપ્રિલ 2027પ્રવેશ માટેની પાત્રતા:• વય મર્યાદા: વિદ્યાર્થીનો જન્મ 01-05-2015 થી 31-07-2017 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.• શૈક્ષણિક લાયકાત: વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન ધોરણ-5માં અભ્યાસ કરતો હોવો જોઈએ.જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ, ભોજન, પુસ્તકો અને યુનિફોર્મ સહિતની સુવિધાઓ મળે છે. આ ઉપરાંત સ્માર્ટ ક્લાસ, વિજ્ઞાન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને વધુ માહિતી મેળવવા તથા ઓનલાઇન અરજી કરવા માટે NVS ની અધિકૃત વેબસાઈટ www.navodaya.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #JNV #JawaharNavodayaVidyalaya #AdmissionAlert #Education #MorbiUpdates #JNVST #Class6Admission #Kothariya #GujaratEducation