મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં આયોજિત નાટકના કાર્યક્રમમાં પૂર્વ સરપંચ દ્વારા ગ્રામજનોને કોરોના વેક્સિન લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. લાલપર ગામે ગરબી ચોકમાં આઇશ્રી શકિત ગરબી મંડળ દ્વારા રવિવારે 'પૃથ્વીરાજ ચૌહાણ' નાટકના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન લાલપરના પુર્વ સરપંચ અરવિંદભાઇ વાંસદડીયા દ્વારા કોરોના વેકિસનેશન માટે જાહેર જનતાને અપિલ કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..